Posts

Showing posts from September, 2026

“અધૂરી વાત”

શું તમે “ટેલીપથી” માં માનો છો યશશ્રી? ટેલીપથી એ વિચારોનો મોબાઈલ ફોન છે, આત્મીય સબંધ ધરાવતી વ્યક્તિઓ વચ્ચેનો કોમ્યુનિકેશન પાથ છે. તમે “ટેલીપથી” માં માનો છો કે નહિ? એ મને ખબર નથી યશશ્રી, પણ ભાર્ગવ માને છે. તમે અને ભાર્ગવ બંને જીવનની અલગ અલગ દિશામાં રહેતા, રૂટિન જીદંગી જીવતા, સામાન્ય પગારવાળી નોકરી કરતા મધ્યમવર્ગીય માણસો છો. આમ, સીધી રીતે જોવા જઈએ તો તમારા બંને વચ્ચે નામ આપી શકાય એવો સીધો સબંધ કોઈ નથી. પરંતુ તમારા વચ્ચે એક સરળ, સ્વસ્થ અને પવિત્ર કહી શકાય એવું આત્મીય સંવેદન છે.  તે દિવસે જયારે તમે ભાર્ગવના કહેવાથી રોજિંદા અખબારમાં “ઝુબિન” ની વાર્તા વાંચી ત્યારે તમને એમ લાગ્યું કે આ વાર્તા તો તમારા સાથે બનેલી ઘટના છે. દરેક વાર્તાની કહાની ક્યારેક તો કોઈના જીવનમાં બનેલી ઘટના જ હોય છે, યશશ્રી.  એ વાર્તા વાંચવા માટેનું ભાર્ગવનું સૂચન, એ પણ કદાચ “ટેલિપથી” જ હશે. તમે મનોમન ભાર્ગવનો આભાર માન્યો. એ વાર્તા વાંચીને એ દિવસે તમે બહુ રડ્યા હતા. રાતનું એકાંત અને રુદન, આ બંને ના લીધે તમારું મન બીજે દિવસે હળવું થઇ ગયું. તમે ભાર્ગવનો આભાર વ્યક્ત કરવા મેસેજ કર્યો ત્યારે તમારાથી એમ પણ લખાય ગયું કે તમ...